Connect Gujarat
વડોદરા 

વડોદરા : પોલીસકર્મીઓની માંગણીઓ સંદર્ભમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

રાજયભરમાં પોલીસકર્મીઓ આંદોલનના મિજાજમાં જણાય રહયાં છે અને તેમણે પોતાની પડતર માંગણીઓ સંદર્ભમાં સોશિયલ મિડીયામાં અભિયાન ચાલુ કર્યું છે.

X

આમ આદમી પાર્ટી વડોદરાએ સોશિયલ મીડિયા પર તેમના અધિકારો માટે વિરોધ કરી રહેલા પોલીસકર્મીઓને સમર્થન આપી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું... રાજયભરમાં પોલીસકર્મીઓ આંદોલનના મિજાજમાં જણાય રહયાં છે અને તેમણે પોતાની પડતર માંગણીઓ સંદર્ભમાં સોશિયલ મિડીયામાં અભિયાન ચાલુ કર્યું છે. પોલીસકર્મીઓના અઘોષિત આંદોલનને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. વડોદરામાં આમ આદમી પાર્ટીના સભ્યોએ મંગળવારે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું.

પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ગ્રેડ પેમાં વધારો, સાપ્તાહિક રજાઓ, નોકરીનો નિશ્ચિત સમય, યુનિયન બનાવવાની પરવાનગી અને અન્યની માંગ કરી રહ્યા છે. વડોદરા પોલીસ ભવન ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતાં અને પોલીસકર્મીઓની તરફેણમાં નારેબાજી કરી હતી.

Next Story