Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચોમાસાના પ્રારંભે જ ડભોઇ બન્યું ખાડા નગર, SOUને જોડતો ફોર ટ્રેક રોડ પણ બિસ્માર

વડોદરા : ચોમાસાના પ્રારંભે જ ડભોઇ બન્યું ખાડા નગર,  SOUને જોડતો ફોર ટ્રેક રોડ પણ બિસ્માર
X

વડોદરા જિલ્લાનું દર્ભાવતી નગર કહેવાતા હાલના ડભોઇ પાલીકા તંત્ર દ્વારા નગરના નવીન રોડ રસ્તા બનાવમાં આવ્યા છે. તો સાથે જ સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતો ફોર ટ્રેક રોડ પણ ડભોઇ થઈને પસાર થાય છે, ત્યારે નગરમાં છેલ્લા 4 દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. નગર સહિત સ્ટેચ્યું ઓફ યુનિટીના ફોર ટ્રેક રોડ ઉપર ઠેક ઠેકાણે મોટા મસ ખાડા રાહદારીઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ સહિત પાલીકા તંત્ર દ્વારા વહેલી તકે ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ડભોઇ નગર પાલીકા દ્વારા નગરના રાજ માર્ગોને ડામર પાથરીને ખાડા મુક્ત કરવામાં આવ્યું હતું. પણ પહેલા જ વરસાદમાં નગર પુનઃ ખાડા નગર બનવા તરફ જઇ રહ્યું છે. નગરના આંબેડકર ચોક, મહુડી ભાગોળ અને ટાવર બજાર સહિતના અનેક વિસ્તારોમાં ઠેક ઠેકાણે પહેલા જ વરસાદમાં ખાડા પડી જવા પામ્યા છે. જેને પગલે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જે ડભોઇથી સ્ટેચું ઓફ યુનિટીને જોડતો ફોર ટ્રેક રોડ પણ અહીથી જ પસાર થાય છે.

જે રોડ ઉપર સરીતા ક્રોસિંગથી ચણવાડા સુધી મસમોટા ખાડા પડ્યા હોય સાથે જ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રી સમયે આ ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ સહિત પાલીકા તંત્ર દ્વારા વહેલી તકે ખાડાનું પુરાણ કરી ખાડા દૂર કરવામાં આવે તેવી રાહદારીઓ તેમજ નગરજનોની માંગ છે.

Next Story