Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચકચારી નવલખી દુષ્કર્મ મામલે આવી શકે છે ચુકાદો..!, આરોપીઓને મૃત્યુદંડની સજાની માંગ

2 વર્ષ અગાઉ વડોદરા શહેરના નવલખી ગ્રાઉંડ ખાતે 14 વર્ષની બાળા ઉપર થયેલા દુષ્કર્મ કેસનો ચુકાદો આવી શકે તેમ છે.

વડોદરા : ચકચારી નવલખી દુષ્કર્મ મામલે આવી શકે છે ચુકાદો..!, આરોપીઓને મૃત્યુદંડની સજાની માંગ
X

2 વર્ષ અગાઉ વડોદરા શહેરના નવલખી ગ્રાઉંડ ખાતે 14 વર્ષની બાળા ઉપર થયેલા દુષ્કર્મ કેસનો ચુકાદો આવી શકે તેમ છે. જેમાં 2 આરોપીઓ વિરુધ્ધ મૃત્યુદંડની સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

2 વર્ષ અને 2 મહિના બાદ વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 14 વર્ષની બાળા પર થયેલા દુષ્કર્મ કેસનો કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી શકે તેમ છે. આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં આ કેસમાં પોલીસે 45 દિવસમાં તપાસ પુરી કરીને 1500 પેઝની ચાર્જશીટ રજૂ કરી હતી. આ સાથે જ 40 સાક્ષી તપાસાયા હતા અને ભોગ બનનાર સહિત 2 લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. ઉલેખનીય છે કે, 2 વર્ષ અગાઉ સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી, ત્યારે 2 દુષ્કર્મીઓ કિશન માથાસુરીયા અને જશા સોલંકીએ સગીરાના મંગેતરને માર મારી ભગાડી મુકી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે કોર્ટ દ્વારા આ મામલે વહેલી તકે ચુકાદો આપવામાં આવી શકે તેમ છે. સરકારી વકીલની રજૂઆત મુજબ આરોપી સામેનો કેસ પુરવાર થતાં મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે.

Next Story