Connect Gujarat
વડોદરા 

વડોદરા : રાષ્ટ્ર ચારિત્ર્યના નિર્માણની ભાવના સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાશે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2023”

BVP ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા વડોદરા ખાતે આગામી તા. 15 ઓક્ટોબરના રોજ “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2023”નું આયોજન

X

ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા વડોદરા ખાતે આગામી તા. 15 ઓક્ટોબરના રોજ “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2023”નું આયોજન કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા રાષ્ટ્ર ચારિત્ર્યનું નિર્માણ થાય તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા વડોદરા ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 15 ઓક્ટોબર રવિવારના રોજ વડોદરા શહેરના વાસણા-ભયલી રોડ પર આવેલ બ્રાઇટ ડે સ્કૂલ ઓડીટોરિયમ ખાતે બપોરે 2 કલાકે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી કુલ 7 ટીમો ભાગ લેશે. જેમાં હિન્દી અને સંસ્કૃત ભાષામાં પારંપરિક વાજિંત્રો સાથે ગીતો રજૂ કરવામાં આવશે. આ સ્પર્ધામાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રમુખ નારાયણ શાહ, વડોદરા શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, પશ્ચિમ ક્ષેત્રના ક્ષેત્રીય સહસચિવ ભરતસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.વડોદરા : રાષ્ટ્ર ચારિત્ર્યના નિર્માણની ભાવના સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા યોજાશે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2023”

Next Story