Connect Gujarat
વડોદરા 

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયાં

કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાના રીમાન્ડ પુર્ણ થતાં બંને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.

વડોદરા : સ્વીટી પટેલ હત્યા કેસમાં પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયાં
X

કરજણના ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં આરોપી પીઆઇ અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાના રીમાન્ડ પુર્ણ થતાં બંને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે આદેશ કર્યો છે.

વડોદરા ગ્રામ્ય એસઓજીના તાત્કાલીન પીઆઇ અજય દેસાઇએ તેમની પત્ની સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહને ભરૂચના અટાલી નજીક આવેલી હોટલના પાછળના ભાગે સળગાવી દીધો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખી આરોપી અજય દેસાઇ તથા તેને મદદ કરનારા કોંગી અગ્રણી કીરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. બંને આરોપીઓના રીમાન્ડ પુર્ણ થતાં તેમને કરજણની કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં. પોલીસે 11 દિવસ સુધી અજય દેસાઇ અને કીરીટસિંહ જાડેજાની ધનિષ્ઠ પુછપરછ કરી હતી. પોલીસ હજી પણ FSLના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસે પીઆઇના એસડીએસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યા હતા, જ્યારે સ્વીટી પટેલના હાડકા તથા સ્વીટીના બાળકના સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યા હતા, પણ હજી સુધી પોલીસ આ મહત્વના કહી શકાય તેવા FSLના રિપોર્ટ સમયસર મેળવી શકી નથી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટાલી ખાતે કરાયેલા રિકસ્ટ્રક્શન દરમિયાન ખાડામાંથી 4 હાડકાં મેળવ્યાં હતાં તે હાડકાંનો રિપોર્ટ પણ હજી આવ્યો નથી. તારીખ 4 જુનના રોજ સ્વીટી અને અજય વચ્ચે લગ્ન બાબતે ઝગડો થયો હતો જેમાં આવેશમાં આવી જઇ અજય પટેલે સ્વીટી પટેલની ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. સ્વીટીના મૃતદેહને કરજણના કોંગી અગ્રણી કીરીટસિંહ જાડેજાની મદદથી તેમની માલિકીની ખંડેર હોટલના પાછળના ભાગે સળગાવી દીધો હતો. રાજયભરમાં ચકચાર મચાવનારા કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

Next Story