Connect Gujarat
વડોદરા 

વડોદરા: ભાજપ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન

વડોદરા: ભાજપ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન
X

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાજપા, વડોદરા શહેર સંગઠન દ્વારા 15મી ઓગસ્ટના રોજ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. એક જ દિવસે એક જ સમયે જ્યાં હોવ ત્યાં રાષ્ટ્રગાન કરવાની શહેર સંગઠનની હાકલને સંસ્કારી નગરીની સંસ્કારી પ્રજાએ સ્વીકારી હતી.૧૫મી ઓગસ્ટના દિવસે સવારે 9 વાગે શહેરના 19 વોર્ડમાં સમૂહ રાષ્ટ્રગાન કાર્યક્રમનું આયોજન થયું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાજનોએ આ અભિયાનમાં ભાગ લઈ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી.

શહેર સંગઠન દ્વારા આયોજિત સદર કાર્યક્રમની સિદ્ધિને બિરદાવવા 7મી ઓક્ટોબરના રોજ સુર્યા પેલેસ હોટલ ખાતે 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ ,લંડન ' ના પ્રતિનિધિ દિવ્યેશભાઈ ગાંધી દ્વારા શહેર ભાજપા અધ્યક્ષ અને તેમની સંગઠનની ટીમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા, પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય સીમાબેન મોહિલે ,મહામંત્રી સુનીલભાઈ સોલંકી, જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સહ પ્રવક્તા ભરત ડાંગર સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story