વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ નજીક આવેલા ટોલ નાકા નજીકથી 7 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 લોકોને ફરાર જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કાફલો કરજણ મથક વિસ્તારમાં પ્રોહીબીશન કામગીરી અર્થે ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ભરથાણા ગામની સીમમાં આવેલ ટોલનાકા નજીક આવતા બાતમી મળી હતી કે, કન્ટેનર નં. MH-04-JK-2904માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર સુરત, ભરૂચ તરફથી આવી કરજણ થઇ વડોદરા તરફ જનાર છે, ત્યારે બાતમીવાળું કન્ટેનર જણાય આવતા તેમાં ફહીમ મહેદીખા હસન નામના ઈસમની પૂછપરછ કરતાં વગર પાસ પરમીટે પોતે પોતાના કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 234 નંગ પેટી સહિત કુલ કિંમત 13,04,200 રૂપિયાનો મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 લોકોને ફરાર જાહેર ચારેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.