Connect Gujarat
વડોદરા 

વડોદરા : હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના વધુ 3 દિવસના રીમાન્ડ મંજુર

વડોદરા : હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના વધુ 3 દિવસના રીમાન્ડ મંજુર
X

વડોદરાના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આરોપી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટના વધુ 3 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યાં છે. પોલીસ વધુ તપાસ માટે 10 દીવસના રીમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં. આ ચકચારી કેસમાં આરોપી અશોક જૈન હજી પોલીસને ચકમો આપી નાસતો ફરે છે.

વડોદરા હાઇપ્રાફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર થયાં છે. જુનાગઢના કાળવા ચોક વિસ્તારમાંથી રાજુ ભટ્ટને ઝડપી પાડી તેને વડોદરા લવાયો છે. અગાઉ કોર્ટે તેના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતાં. આ રીમાન્ડ દરમિયાન પોલીસે તેને વિવિધ સ્થળોએ લઇ જ આખી ઘટનાનું રીકન્સટ્રકશન કરવામાં આવ્યું હતું. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં SITએ આરોપીના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. વડોદરા કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

SITની ટીમે રાજુ ભટ્ટ અને કાનજી મોકરીયાને સામ સામે બેસાડી ઉલટ તપાસ કરી હતી. જેમાં પીડિતા સાથે પરિચય થયા બાદ હોટલ હાર્મની અને નિસર્ગ ફ્લેટમાં બંનેની મુલાકાતો તથા તેમાં કાનજી મોકરીયાની ભૂમિકા અને ત્યારબાદ ક્યાં ક્યાં દુષ્કર્મ કરાયુ હતું તથા ફરિયાદ બાદ સમાધાનના પ્રયાસો સહિતના મુદ્દા પર પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્વનું પણ કર્યું હતું. એક વખત નહી પણ પિડીતા સાથે રાજુ ભટ્ટે બે વખત સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. પીડીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તપાસ કરાતાં એક ફલેટમાંથી તુટેલું ટીવી તથા તુટેલી ત્રિપાઇ પણ પોલીસને મળી આવી છે.

Next Story