Connect Gujarat
વડોદરા 

વડોદરા : હાઈરિસ્ક દેશમાંથી આવેલ 73 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત...

સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા.

વડોદરા : હાઈરિસ્ક દેશમાંથી આવેલ 73 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત...
X

સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા. જોકે, આ તમામના રિપોર્ટ નેગેટિવ આવતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં ઓમિક્રોનની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 79 પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં 73 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. જેઓનો રિપોર્ટ નેગેટિવ આવતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં આવેલા વિદેશી પ્રવાસીઓ પૈકી હાઈરિસ્ક દેશોમાંથી આવેલા 73 પ્રવાસીને હોમ ક્વોરન્ટીનને એક સપ્તાહ પૂરો થતા ફરીથી સેમ્પલ લેવાયા હતા. આથી તંત્રની નજર તેઓના રિપોર્ટ પર હતી. જોકે, તે તમામ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ છે. વડોદરામાં ઓમિક્રોનનો હજુ સુધી એક કેસ નોંધાયો નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે શહેરની ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધાવાળા 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓમિક્રોનનો નવો વેરિયન્ટ મળ્યા બાદ વિદેશથી વડોદરામાં 2144 પ્રવાસીઓ આવ્યા છે. જેમાંથી 322 લોકોનો ક્વોરન્ટિન પિરિયડ પૂર્ણ થઇ ચુક્યો છે, જ્યારે આજે પણ 79 લોકો વિદેશથી વડોદરા આવ્યા છે. જેમાંથી 73 પ્રવાસીઓ હાઇરિસ્ક દેશોમાંથી આવ્યા છે. જેઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ સુધી વડોદરામાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ આરોગ્ય વિભાગ હાલ ઓમિક્રોનને પહોચી વળવા એક્શન મોડમાં આવી ગયું છે.

Next Story