Connect Gujarat
વડોદરા 

વડોદરા : શાર્પ શૂટર એન્થોનીને ભગાડવામાં મદદ કરનારની ધરપકડ, દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કુખ્યાત શાર્પ શુટર એન્થોનીને છોટાઉદેપુરથી લાવ્યા બાદથી તે હાલ ફરાર છે.

વડોદરા : શાર્પ શૂટર એન્થોનીને ભગાડવામાં મદદ કરનારની ધરપકડ, દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો
X

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કુખ્યાત શાર્પ શુટર એન્થોનીને છોટાઉદેપુરથી લાવ્યા બાદથી તે હાલ ફરાર છે. જોકે, પોલીસ એન્થોનીને ભાગવામાં મદદગારી કરનારાઓને એક બાદ એક પકડી રહી છે. પરંતુ એન્થોની હજી પણ પોલીસની પકડથી દૂર છે, ત્યારે ગત મોડી રાત્રે પોલીસે એન્થોનીને મદદ કરનાર વિકાસ હરેરામ કશ્યપની દેશી તમંચા સાથે ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના ગુનામાં ઝડપાયેલા શાર્પ શુટર એન્થોની ઉર્ફે અનિલ ગંગવાણીને મહિનાની શરૂઆતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં લાવ્યા બાદ ડોક્ટર હાજર નહીં હોવાના કારણે એન્થોનીની તપાસ માટે બીજા દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન એન્થોનીએ પરિવારને મળવાની જીદ પકડતા જાપ્તાની પોલીસ તેને હોટેલમાં લઇ ગઇ હતી, જ્યાંથી એન્થોની ફરાર થયો હતો. આ ઘટનામાં એન્થોનીને જાપ્તામાં લાવેલા પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એન્થોનીની પત્ની તથા તેની બહેન સહિત અનેકની ધરપકડ કરવામાં આવી છે. આ દરમ્યાન એન્થોનીને ભાગવામાં મદદ કરનાર વિકાસ હરેરામ કશ્યપની પણ દેશી તમંચા સાથે પોલીસે ધરપકડ કરી હતી. વિકાસને તેની એક્ટીવા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. એક્ટીવાની ડીકી તપાસતા તેમાંથી તમંચાનું બેરલ ફસાઇ ગયેલી એક કારતુસ મળી આવી હતી. આ અંગે તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે પોતે બુટલેગરો તથા ગુનેગારો સાથે ફરતો હોવાને કારણે દેશી તમંચો અને કારતુસ પોતાની સાથે રાખતો હોવાનું જણાવ્યું હતું, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આર્મસ એક્ટ અન્યવે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story