Connect Gujarat
વડોદરા 

વડોદરા: શ્રી ગણેશને સલામી સાથે આપવામાં આવી વિદાય,સાંસદ રંજન ભટ્ટ રહ્યા ઉપસ્થિત

'ઇન્દ્રપ્રસ્થના રાજા' ગણાધીશને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે અનંત ચતુર્દશીએ વિદાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

X

વડોદરામાં 10-10 દિવસનું મોંઘેરુ આતિથ્ય માણ્યા બાદ ભાદરવા સુદ અનંત ચૌદશને ગુરૂવારે 'ઇન્દ્રપ્રસ્થના રાજા' ને ગજરાજ પૂજન બાદ વાજતે ગાજતે વિદાય આપવામા આવી હતી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની ઉત્સવ નગરી વડોદરાના રેસકોર્સ સ્થિત 'ઇન્દ્રપ્રસ્થના રાજા' ગણાધીશને આનંદ ઉલ્લાસ અને વાજતે ગાજતે અનંત ચતુર્દશીએ વિદાય આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળની પરંપરા અનુસાર ગજરાજ દ્વારા સલામી અને જલાભિષેક પણ કરવામાં આવશે.

આ વર્ષે ભૂદેવોનીની ઉપસ્થિતિમાં ગજરાજ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, ઇન્દ્રપ્રસ્થ મંડળના અગ્રણી જયેન્દ્રભાઈ શાહ,રાજેશ અહીરે, અશોક શાહ ઉપસ્થિત રહ્યા હતા.ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે શ્રીજી ની આરતી માટે ૧૫ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મંડળ દ્વારા સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં પોતાના શ્રીજી સાથેનો ફોટો ક્લિક કરી તે ફોટો ફ્રેમ બીજા દિવસએ વિનામૂલ્યે આપવામાં આવે છે.

Next Story