Connect Gujarat
ગુજરાત

વાઘોડિયા: નર્મદા કેનાલ ઓવર ફ્લો થતાં ઘૂસ્યા ખેતરોમાં પાણી, ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ

વાઘોડિયા: નર્મદા કેનાલ ઓવર ફ્લો થતાં ઘૂસ્યા ખેતરોમાં પાણી, ખેડૂતોને પારાવાર નુકસાનની ભીતિ
X

વાઘોડિયા પાસેથી પસાર થઇ રહેલી નર્મદા કેનાલ ઓવરફ્લો થતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસતા ખેડૂતો મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસતા ખેતરમાં ઉભેલા પાકને પારાવાર નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે. કેનાલના પાણી ખેતરોમાં ઘૂસતા સંબંધિત અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નર્મદા કેનાલના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

કેનાલમાં લીલનું પણ સામ્રાજ્ય જોવા મળૌ રહ્યું છે. લીલના થર બાજી જવાથી કેનાલમાંથી પાણીનો વેડફાટ પણ થઇ રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા કેનાલના અધિકારીઓને રજૂઆત છતાં આંખ આડા કાન કરાઇ રહ્યા હોવાના આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેતરમાંથી પાક તૈયાર થવાના સમયે જ કેનાલના પાણી ફરી વળતા પાક બળી જવાની પણ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે.

Next Story