Connect Gujarat
ગુજરાત

વાલિયા તાલુકાના ચોરાઆમલા ગામે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત : ૧નું મોત

વાલિયા તાલુકાના ચોરાઆમલા ગામે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત : ૧નું મોત
X

વાલિયા તાલુકાના ચોરાઆમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટર ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના વિઠ્ઠલગામના નિશાળ ફળિયામાં રહેતો ૪૫ વર્ષીય બળવંતભાઈ ઉર્ફે ઉપીન ખુશાલભાઈ બારોટ પોતાની મોટર સાઇકલ લઈ ગત રોજ બપોરના અરશામાં ચોરાઆમલા ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેક્ટરનો ચાલક પુરપાટ અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ધસી આવી બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં બળવંતભાઈ બારોટને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાલિયા પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાવા પામ્યો છે.

Next Story