Connect Gujarat
ગુજરાત

પોર: બે દિવસથી પાણી માટે વલખાં મારતા નવીનગરીના રહિશો

પોર: બે દિવસથી પાણી માટે વલખાં મારતા નવીનગરીના રહિશો
X

પાણીની હાડમારી દુર કરાય એવી નવીનગરીના રહિશો દ્વારા માંગ

વડોદરા જિલ્લાના પોર ગામની નવીનગરીને પીવાનું પાણી પુરુ પાડતી લાઇનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ સર્જાતા કોઇ કારણોસર પાણી પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે. જેથી નવીનગરીના રહિશો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

પડતા ઉપર પાટુની જેમ પોર ગ્રામ પંચાયતના સરપંચ પણ હાલ હોદ્દા ઉપરથી બરતરફ થયા હોઇ ગ્રામજનોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાણી પુરવઠો બંધ થતા નવીનગરી વિસ્તારમાં વસતા સ્થાનિકોને છેલ્લાં બે દિવસથી પાણીની ટેન્કર મંગાવી પાણી પૂરું પડાઇ રહ્યું છે. ચૂંટણી ટાણે વોટ લઇ ચૂંટણી જીત્યા બાદ લોકોની સમસ્યાઓ વિશે ચૂંટાયેલા સદસ્યો મુખ ફેરવી લેતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. તો સત્તાધીશો દ્વારા પોર ગામના નવીનગરીમાં વસતા રહિશોને પડી રહેલી પાણીની હાડમારી દુર કરાય એવી નવીનગરીના રહિશો દ્વારા માંગ થઇ રહી છે.

આ બાબતે પોર ગ્રામ પંચાયતના તલાટી સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે પાણીની લાઇનમાં કોઇક મોટો ફોલ્ટ સર્જાતા પાણી પુરુ પાડી શકાયું નથી. હાલ પાણીની લાઇનનું સમારકામ હાથ ધરાયું છે અને એક - બે દિવસમાં કાયમી નિરાકરણ લાવી નવીનગરીના રહિશોને પાણી પુરવઠો નિયમિત મળતો થઇ જશે એમ તેઓએ જણાવ્યું હતું.

Next Story