Connect Gujarat
દુનિયા

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની મેરીકોમ

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની મેરીકોમ
X

35 વર્ષની આ સ્ટાર મહિલાએ વર્લ્ડ બોકસિંગ ચેમ્પિયશીપમાં ગોલ્ડ મેડલ જીતી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો

ભારતીય મહિલા ભોક્ષર એમસી મેરીકોમે વિશ્વ મહિલા બોકસિંગ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 48 કિલોગ્રામ વજનની ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓખોતાને 5-0થી હરાવી હતી. જેથી વિશ્વ ચેમ્પિયશિપમાં છ ગોલ્ડ જીતનારી વિશ્વની પહેલી મહિલા બોક્સર બની ગઈ છે.

https://twitter.com/AIBA_Boxing/status/1066285431334076421

આ પહેલાં મેરીકોમ અને આયરલેન્ડની કેટી ટેલરના નામે પાંચ-પાંચ ગોલ્ડ હતા. કેટી હવે પ્રોફેશનલ બોકસર બની ગઈ છે. જેથી તે આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહોતી. 35 વર્ષની ભારતીય સ્ટાર મહિલા બોક્ષર મેરીકોમે વર્લ્ડ બોકસિંગ ચેમ્પિયશીપમાં ગોલ્ડ મેડલ જીતી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Next Story