Connect Gujarat
દુનિયા

નાઈજીરીયામાં સર્જાય મોટી દુર્ઘટના, ખેતરમાં જઈ રહેલા ખેડૂતોની નૌકા ડૂબી જતા 26 લોકોના મોત....

નાઈજીરીયામાં એક નૌકા દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી 26 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાનો શિકાર બનેલા અનેક લોકો ગુમ છે

નાઈજીરીયામાં સર્જાય મોટી દુર્ઘટના, ખેતરમાં જઈ રહેલા ખેડૂતોની નૌકા ડૂબી જતા 26 લોકોના મોત....
X

નાઈજીરીયામાં એક નૌકા દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી 26 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનાનો શિકાર બનેલા અનેક લોકો ગુમ છે જેમની તલાશ કરવામાં આવી રહી છે. નાઈજીરીયામાં આ દુર્ઘટના રવિવારે ત્યારે ઘટી હતી જ્યારે દેશના ઉત્તર-મધ્યમાં એક જળાશયમાં નૌકા ડૂબી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓએ તેની જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી દુર્ઘટના છે. નાઈજીરીયાનો આ હિસ્સો ખૂબ જ પછાત છે. નાઈજીરીયાના નાઈજર રાજ્યના ગવર્નરના પ્રવક્તા બોલ્ગી ઈબ્રાહિમે જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર બનેલી નૌકામાં 100થી વધુ લોકો સવાર હતા. નૌકામાં સવાર લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. પ્રવક્તાએ જણાવ્યું કે, આ દુર્ઘટના મોકવા નામના એક સ્થળ પર ઘટી હતી. ઈબ્રાહિમે આગળ જણાવ્યું કે, નૌકા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અને ગુમ થયેલા લોકો ત્યાં આવેલા બંધને પાર કરીને પોત-પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં એવો અંદાજો લગાવી શકાય કે, આ મોટા ભાગના લોકો ખેડૂતો હતા.

Next Story