રશિયાને મોટો "ઝટકો" : અમેરિકાએ મોસ્કોથી તેલ-ગેસની આયાત પર લગાવ્યો પ્રતિબંધ...
BY Connect Gujarat Desk9 March 2022 3:53 AM GMT

X
Connect Gujarat Desk9 March 2022 3:53 AM GMT
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બિડેને મોસ્કોથી તેલ-ગેસની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.
છેલ્લા 13 દિવસથી યુક્રેન પર રશિયાના હુમલાના જવાબમાં અમેરિકાએ રશિયાની અર્થવ્યવસ્થાને વધુ નબળી બનાવવાના તેમના ઇરાદાની જાહેરાત કરી દીધી છે. જેમાં રશિયન ગેસ, તેલ અને ઊર્જાની તમામ આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બિડેને દાવો કર્યો હતો કે, આ પગલાંથી રશિયન અર્થતંત્રને ભારે નુકશાન થશે. જોકે, તેમણે સ્વીકાર્યું છે કે, તેનાથી અમેરિકનો માટે એમાંય ખાસ કરીને ગેસ પંપ પરના ખર્ચમાં વધારો થશે. બિડેનની આ જાહેરાત બાદ ઘણા સવાલ ઊભા થયા છે, ત્યારે હવે જોવું રહ્યું કે, અમેરિકાના આ નિર્ણયની સમગ્ર વિશ્વ પર કેવી અસર પડી શકે છે.
Next Story