Connect Gujarat
દુનિયા

બ્રાઝિલ : ફરનેસ લેકમાં પ્રવાસીઓની બોટો ઉપર ખડક પડતાં 7નાં મોત, 32 ઘાયલ

બ્રાઝિલના એક તળાવમાં બોટિંગની મજા માણી રહેલા કેટલાક લોકો સાથે એક અકસ્માત સર્જાયો હતો. આમાં સાત લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા.

બ્રાઝિલ : ફરનેસ લેકમાં પ્રવાસીઓની બોટો ઉપર ખડક પડતાં 7નાં મોત, 32 ઘાયલ
X

બ્રાઝિલના એક તળાવમાં બોટિંગની મજા માણી રહેલા કેટલાક લોકો સાથે એક અકસ્માત સર્જાયો હતો. આમાં સાત લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. બ્રાઝિલના એક તળાવમાં ખડકોનો ટુકડો તૂટીને બોટ પર પડતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. મિનસ ગેરૈસ ફાયરની ટીમના કમાન્ડર કર્નલ એડગાર્ડ એસ્ટેવો ડી સિલ્વાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 32 લોકો ઘાયલ થયા છે. 20 લોકો ગુમ હોવાનો અંદાજ છે.

અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં, લોકો ફર્નેસ લેક પર બોટ રાઈડની મજા લેતા જોવા મળ્યા હતા જ્યારે ખડકનો એક ભાગ તૂટીને બોટ પર પડ્યો હતો. બ્રાઝિલના કેપિટલિયો વિસ્તારમાં આવેલા ફર્નાસ તળાવમાં પર્વતનો મોટો ભાગ તૂટીને પડ્યો હતો. આ દુર્ઘટનામાં 3 પ્રવાસી બોટ ઝપેટમાં આવી ગઈ હતી. ભારે વરસાદને કારણે કેપિટલિયોમાં ફર્નાસ તળાવમાં પર્વતનો એક મોટો ભાગ તૂટી બોટ પર પડ્યો હતો.

Next Story