Connect Gujarat
દુનિયા

ચીનમાં ફરી કડક લોકડાઉન લાગુ, લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા આદેશ

ખાસ સંજોગો સિવાય તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. નાગરિકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.

ચીનમાં ફરી કડક લોકડાઉન લાગુ, લોકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા આદેશ
X

ચીનમાં 4 ફેબ્રુઆરીથી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવાની છે. ઝિઆન અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધો હેઠળ, ફક્ત એક જ વ્યક્તિ બે દિવસમાં એકવાર આવશ્યક ખરીદી માટે ઘરની બહાર જઈ શકે છે. ખાસ સંજોગો સિવાય તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. નાગરિકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે.ચાઈનામાં અચાનક કોવિડ-19ના 52 નવા કેસ સામે આવ્યા બાદ ચીને 1.3 કરોડની વસ્તીવાળા ઝિયાન શહેરમાં બુધવાર રાતથી અનિશ્ચિત સમય માટે લોકડાઉન લાગુ કરી દીધું છે.

યુકેમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ એક લાખથી વધુ કેસ નોંધાયા છે. તે જ સમયે, અમેરિકામાં, બે મહિનાથી દરરોજ એક લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે.ઝિઆન અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધો હેઠળ, ફક્ત એક જ વ્યક્તિ બે દિવસમાં એકવાર આવશ્યક ખરીદી માટે ઘરની બહાર જઈ શકે છે. ખાસ સંજોગો સિવાય તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે. નાગરિકોને ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે યુકેના પ્રાંત વેલ્સની સરકારે ક્રિસમસ પછીના દિવસથી અનિશ્ચિત સમય માટે ઘરે અને બહાર 6 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક સમયે 6થી વધુ લોકોને પબમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં

Next Story