Connect Gujarat
દુનિયા

પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવી વિવાદમાં આવેલા કાર્ટૂનિસ્ટનું રોડ અકસ્માતમાં મોત

કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સે 14 વર્ષ પહેલા પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું હતું

પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવી વિવાદમાં આવેલા કાર્ટૂનિસ્ટનું રોડ અકસ્માતમાં મોત
X

સ્વીડનના કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સે 14 વર્ષ પહેલા પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું હતું. ત્યારબાદ તેમને જાનથી મારવાની ધમકીઓ શરૂ થઈ ગઈ અને બે વાર હત્યાના પ્રયાસમાં કરવામાં આવેલા હુમલામાં તેઓ બચી પણ ગયા પરંતુ રવિવારે ભાગ્યએ તેમનો સાથ આપ્યો નહીં. પોલીસ પ્રોટેક્શનમાં રહેતા લાર્સ પોલીસની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક ટ્રક સામે અથડામણમાં તેમનું નિધન થયું છે.

તેમની સાથે જઈ રહેલા બે પોલીસકર્મીઓના પણ મોત થયા અને બંને ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં દાખલ છે. ઘટના સ્વીડનના ક્રોનોબર્ગની છે. લાર્સે વર્ષ 2007માં પયગંબરનું વિવાદાસ્પદ કાર્ટૂન બનાવ્યું હતું. ત્યારબાદ તેમને ધમકીઓ મળવાની શરૂ થઈ હતી. વર્ષ 2011માં એક વ્યક્તિએ તેમની હત્યાના ષડયંત્રનો ગુનો કબૂલ કર્યો અને તેને 2014માં દોષી ઠેરવવામાં આવ્યો હતો. વર્ષ 2015માં પણ તેમના પર હુમલો થયો હતો.

ફ્રાન્સના મેગેઝિન શાર્લી એબ્દોમાં પણ જ્યારે પયગંબર મોહમ્મદનું વિવાદાસ્પદ કાર્ટૂન છપાયું તો લાર્સે સુરક્ષા માંગી હતી. રવિવારે થયેલી ઘટનાને હાલ દુર્ઘટના માનવામાં આવી રહી છે પરંતુ પોલીસે તપાસની વાત કહી છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે જે ગાડીમાં વિલક્સ જઈ રહ્યા હતા, તેની ઝડપ ખુબ વધુ હતી.

એક વ્યક્તિએ સ્થાનીક અખબારને જણાવ્યું કે એવું લાગ્યું કે પોલીસની ગાડી અનિયંત્રિત થઈ ગઈ અને રસ્તાના બીજી તરફ ચાલી ગઈ જ્યારે ઝડપ વધુ હતી. સામેથી આવી રહેલા ટ્રકને હટવાની તક મળી નહીં અને બંને વચ્ચે ટક્કર થઈ હતી. મોટા ધમાકા બાદ બંને ગાડીઓમાં આગ લાગી હઈ હતી. માહિતી મળતા તંત્રની ગાડીઓ પહોંચી હતી. પયગંબરનું કાર્ટૂન બનાવવા માટે અલ કાયદાએ પણ તેમના ઉપર ઈનામ રાખ્યું હતું.

Next Story