Connect Gujarat
દુનિયા

ગોવાઃ પ્રમોદ સાવંત આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી અને રાજનાથ સિંહ સમારોહમાં આપશે હાજરી

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ફરી મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવી લેશે.

ગોવાઃ પ્રમોદ સાવંત આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી અને રાજનાથ સિંહ સમારોહમાં આપશે હાજરી
X

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ફરી મુખ્યમંત્રીની ખુરશી પર કબજો જમાવી લેશે. તેઓ સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. સવારે 11 વાગ્યે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.

તાજેતરમાં યોજાયેલી 40 સભ્યોની વિધાનસભા ચૂંટણીમાં, ત્રણ વખત ધારાસભ્ય પ્રમોદ સાવંતના નેતૃત્વમાં ભાજપ અહીં 20 બેઠકો જીતીને સત્તામાં પાછું આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં 10 હજારથી વધુ લોકો સામેલ થાય તેવી શક્યતા છે. આ બીજી વખત હશે જ્યારે ગોવાના મુખ્યમંત્રી રાજભવન સંકુલની બહાર શપથ લેશે. 2012 માં, મનોહર પર્રિકરે પણજીના કેમ્પલ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જ્યારે ભાજપ ગૃહમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈએ 29 માર્ચે નવી વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવ્યું છે. સાવંત આ સત્ર દરમિયાન વિશ્વાસ મત માંગશે. આ સાથે જ વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી પણ થશે. હજુ સુધી ભાજપ દ્વારા એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી કે શપથ ગ્રહણ સમારોહમાં કેટલા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. સાવંતે પણ આ અંગે મૌન સેવી લીધું છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોવાના કેબિનેટમાં વધુ 11 મંત્રીઓ હોઈ શકે છે.

Next Story