Connect Gujarat
દુનિયા

નવો ખતરો : કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી દુનિયા ચિંતિત, કેનેડામાં 2 કેસ નોંધાયા

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ- આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે.

નવો ખતરો : કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી દુનિયા ચિંતિત, કેનેડામાં 2 કેસ નોંધાયા
X

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ- આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે. જ્યારે, યુકે, શ્રીલંકા, માલદીવ સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકા પણ આજે આફ્રિકન દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યું છે. આ તરફ કેનેડામાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે.

કેનેડામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના પ્રથમ 2 કેસ સામે આવ્યા છે. આ અંગે માહિતી આપતા કેનેડા સરકારે જણાવ્યું હતું કે, ઓન્ટારિયોમાં ઓમિક્રોન વેરિયન્ટના2પુષ્ટિ થયેલા કેસ મળી આવ્યા છે. આ બન્ને કેસ નાઈજીરિયાથી પરત આવેલા 2 લોકોમાં જોવા મળ્યા છે. આરોગ્યના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, ઓટાવા પબ્લિક હેલ્થ આ બાબતની તપાસ કરી રહી છે અને બન્ને દર્દીઓ આઇસોલેશનમાં છે. ત્યારબાદથી જ કેનેડા પહોંચી રહેલા મુસાફરો માટે ટેસ્ટિંગના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. હવે, કોઈપણ દેશથી કેનેડા પહોંચી રહેલા મુસાફરોએ એરપોર્ટ પર જ ટેસ્ટિંગ કરાવવું પડશે. શુક્રવારે કેનેડાએ દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.ઓમિક્રોનથી બચવા માટે હવે અમેરિકાએ પણ કમસ કસી છે. અમેરિકાએ આ વાયરસથી બચવા માટે આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેની જાહેરાત સોમવારે કરવામાં આવશે.

Next Story