Connect Gujarat
દુનિયા

યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી ચરમસીમાએ યુક્રેનમાં 2000 વિદ્યાર્થીઓ ફસાયા,જાણો શું છે દેશની સ્થિતિ..?

યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે .તેવામાં યુક્રેનમાં વસતા ગુજરાતીઓ માથે સંકટ તોળાયુ છે.

યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી ચરમસીમાએ યુક્રેનમાં 2000 વિદ્યાર્થીઓ ફસાયા,જાણો શું છે દેશની સ્થિતિ..?
X

યુક્રેન અને રશિયા વચ્ચે તંગદિલી ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે .તેવામાં યુક્રેનમાં વસતા ગુજરાતીઓ માથે સંકટ તોળાયુ છે. યુક્રેનમાં ગુજરાતના 2 હજારથી પણ વધારે લોકો ફસાયા છે. ત્યારે રાજ્ય સરકારની રજૂઆત છે કે ગુજરાતીઓને વહેલામાં વહેલી તકે પરત લાવવામાં આવે કારણ કે એરલાઇન્સ કંપનીઓએ પણ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે તેમજ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત જવા પણ કહેવાયુ છે

વાલીઓનું કહેવુ છે કે જેવી રીતે કોરોનાકાળમાં વિદેશમાં ભણતા નાગરિકોને પરત લાવવા માટે એરલાઇન્સની વ્યવસ્થા કરવામાં આવી તેવીજ રીતે યુક્રેનમાં રહેલા ગુજરાતીઓને પણ પરત લાવવા વ્યવસ્થા કરવામાં આવે. વાલીઓનું એમ પણ કહેવુ છે કે આવી સ્થિતિને કારણે બાળકો ત્યાં ડરમાં જીવી રહ્યા છે. વળી એરલાઇન્સે ભાડા પણ એટલા બધા વધારી દીધા છે કે વિદ્યાર્થીઓ ત્યાંથી આવી શકતા નથી અમેરિકાએ ચેતવણી આપી છે કે, રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરીને પોતાના કબજામાં લઈ લેશે. જે બાદ અફરાતફરી જેવી સ્થિતી આવી પડશે. એક ડઝનથી વધારે દેશોએ પોતાના નાગરિકોને યુક્રેન છોડવાની સલાહ આપી દીધી છે.

અમેરિકા, બ્રિટેન અને જર્મની એવા દેશોમાં સામેલ છે. જેમણે પોતાના નાગરિકોને યુક્રેન છોડવાનું કહ્યું છે. બીજી બાજુ રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 100,000 સૈનિકો તૈનાતી કરી દીધી છે, પણ કોઈ પણ પ્રકારના હુમલા કે કબજાની વાતથી સ્પષ્ટ ના પાડી દીધી છે. આ તમામની વચ્ચે શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.

Next Story