Connect Gujarat
દુનિયા

રાજીવ ગાંધી જન્મ જયંતી નિમિત્તે પૂર્વ વડાપ્રધાનને યાદ કરી રહ્યો છે દેશ, PM મોદી, રાહુલ ગાંધીએ કર્યા નમન

આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતી પર કોટિ-કોટિ નમન: વડાપ્રધાન મોદી

રાજીવ ગાંધી જન્મ જયંતી નિમિત્તે પૂર્વ વડાપ્રધાનને યાદ કરી રહ્યો છે દેશ, PM મોદી, રાહુલ ગાંધીએ કર્યા નમન
X

Iસમગ્ર દેશ આજ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતી પર યાદ કરી રહ્યો છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. રાજીવ ગાંધીનો જન્મ વર્ષ 1944માં 20 ઓગસ્ટના દિવસે ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના ઘરે થયો હતો.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, 'આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન.' તેમની સાથોસાથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પિતાને નમન કર્યા. રાહુલ રાજઘાટ સ્થિત વીરભૂમિ પહોંચ્યા અને પોતાના પિતાના સમાધિ સ્થળ પર નમન કર્યા.

તેની સાથોસાથ ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી. વી.એ રાજીવ ગાંધીને આધુનિક ભારતની તેના દિશાદૃષ્ટિને લઈને યાદ કર્યા અને તેમને દેશમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તથા ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના જનક ગણાવ્યા.

રાજીવ ગાંધી 1984થી 1989 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. વર્ષ 1991માં ચૂંટણી અભિયાન દરમિયાન તમિલનાડુના શ્રીપેરુમબુદુરમાં તેમની સુસાઇડ બોમ્બરે હત્યા કરી હતી. ભારત રત્નથી સન્માનિત રાજીવ ગાંધીની જયંતી કોંગ્રેસ સદભાવના દિવસ તરીકે ઉજવે છે.

Next Story
Share it