Connect Gujarat
દુનિયા

યુએઇ આતંકવાદી હુમલોઃ બંને ભારતીયોના મૃતદેહ આજે પંજાબ પહોંચશે

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે અબુ ધાબીમાં સોમવારના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા બે ભારતીય નાગરિકોના મૃતદેહ શુક્રવારે પંજાબ પહોંચશે

યુએઇ આતંકવાદી હુમલોઃ બંને ભારતીયોના મૃતદેહ આજે પંજાબ પહોંચશે
X

યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે અબુ ધાબીમાં સોમવારના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા બે ભારતીય નાગરિકોના મૃતદેહ શુક્રવારે પંજાબ પહોંચશે. 17 જાન્યુઆરીના રોજ, UAEની રાજધાની અબુ ધાબીમાં ત્રણ પેટ્રોલિયમ ટેન્કરો પર પડતા "નાના ઉડતા પદાર્થો" (સંભવતઃ ડ્રોન) દ્વારા વિસ્ફોટ સર્જાયા હતા, જેમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકના મોત થયા હતા, જ્યારે છ અન્ય ઘાયલ થયા હતા. આ તમામ અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના કર્મચારીઓ હતા. યમનના હુથી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી છે. યુએઇમાં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું કે યુએઇની રાજધાનીમાં ભારતીય મિશને બંને ભારતીયોના મૃતદેહને ભારત મોકલવા સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે.સુધીરે ટ્વીટ કર્યું હતું કે, મૃતદેહો અમૃતસર પહોંચશે. અમે યુએઇ સરકાર અને ADNOCના સહકારની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમે સ્થાનિક સમર્થન માટે પંજાબ સરકારના સંપર્કમાં છીએ." બંને ભારતીયોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ બુધવારે સુરક્ષા પરિષદમાં પશ્ચિમ એશિયા પર ચર્ચા દરમિયાન કહ્યું કે તેઓ અબુ ધાબીમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે.તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યુએઇની સાથે ઊભું છે. તેમણે કહ્યું કે ભારત આ આતંકવાદી હુમલાની કાઉન્સિલની સ્પષ્ટ નિંદા માટે પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરે છે.

Next Story