X (ટ્વીટર)એ પેઇડ યૂઝર્સને સરકારી IDની મદદથી પોતાના એકાઉન્ટ વેરિફિકેશન કરવાની આપી મંજૂરી

એક્ટ - X, જે અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતું હતું, તે પેઇડ યૂઝર્સને સરકારી IDની મદદથી પોતાના એકાઉન્ટ વેરિફિકેશન કરવાની મંજૂરી આપે છે. જોકે, આ સુવિધા હજી દરેક જગ્યાએ લાઇવ નથી. કંપનીએ તેને કેટલાક દેશોમાં લાઇવ કરી દીધું છે. આગામી સમયમાં દરેકને આ ફિચર યૂઝ કરવા મળશે. આ ફિચર દ્વારા કંપની પ્લેટફોર્મને સિક્યૉર અને સેઇફ બનાવશે, યૂઝર્સને સ્કેમ્સથી બચાવશે અને એજ રિલેટેડ કન્ટેન્ટ પર ફોકસ કરશે. આ ફિચર સૌપ્રથમ ટેકક્રંચ દ્વારા સ્પૉટ કરવામાં આવ્યું હતું.
આ ફેસિલિટીનો ઉપયોગ કરતી વખતે એક પૉપ-અપ વિન્ડો દેખાય છે જેમાં લખેલું છે કે X નવી અધિકૃતતા ફેસિલિટી માટે ઇઝરાયેલ સ્થિત વેરિફિકેશન કંપની AU10TIX સાથે પાર્ટનરશીપ કરી રહી છે. યૂઝર્સની તમામ માહિતી જેમ કે ફોટો, બાયૉમેટ્રિક વગેરે ડેટા AU10TIX દ્વારા 30 દિવસ સુધી સાચવવામાં આવશે, એટલે કે કંપની ડેટાના આધારે યૂઝર્સની વેરિફિકેશન કરશે. જો આ સુવિધા ભારતમાં પણ લાઇવ થાય છે, તો કંપની કોઈપણ ભારતીય આધારિત વેરિફિકેશન કંપની/સર્વિસનો ઉપયોગ કરી શકે છે.