Connect Gujarat
Featured

અંકલેશ્વર : દુકાનો બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાના નિર્ણય સામે વિરોધ, વાંચો કૉંગ્રેસના સ્થાનિક નેતાના શું છે આક્ષેપ

અંકલેશ્વર : દુકાનો બપોરે 2 વાગ્યે બંધ કરી દેવાના નિર્ણય સામે વિરોધ, વાંચો કૉંગ્રેસના સ્થાનિક નેતાના શું છે આક્ષેપ
X

અંકલેશ્વર ખાતે વેપારી વર્ગ દ્વારા કોવિડ૧૯ વેપારી એસોસિએશન અંકલેશ્વર નામના લેટેરપેડ પર એવું લેખિતમાં એસડી.એમને આવેદનપત્ર આપવામાં આવ્યું કે અંકલેશ્વર શહેરમાં હવે સ્વૈચ્છીક રીતે બધા વેપારીઓ અને દુકાનદારો સવારે ૮ થી ૨ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી વેપાર રોજગાર કરશે અને બાકીના સમયમાં સ્વેચ્છાએ લોકડાઉન કરશે એવાં નિર્ણય થી વિવાદ છંછેડાયો હતો જેના પગલે શહેરમાં ધંધો કરતા નાના વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓમાં રોષ જોવા મળ્યો હતો તેમજ આ એસોસિએશન દ્વારા શહેરમાં લાઉડસ્પીકર સાથે બંધના એલાનની રીક્ષા ફેરવવામાં પણ આવી હતી જેના કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો જો કે આ એસોસિએશનના પ્રમુખને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કોની પરવાનગીએ રીક્ષા ફેરવી છે તો એમણે રીક્ષા વિશે અમને કોઈ જાણ નથી એવું કહેવામાં આવ્યું હતું હવે સવાલ એ છે કે જ્યારે પ્રમુખને રીક્ષા વિશે જાણ નથી તો કોની પરવાનગી થી રીક્ષા ફરી એ તપાસનો વિષય છે.

આ બાબતે પૂર્વ ચેરમેન ડિસ્પેસરી કમિટી અંકલેશ્વર નગરપાલિકા અને કોંગ્રેસના સિનિયર આગેવાન સિકંદર ફડવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19 વેપારી એસોસીએસન અંકલેશ્વર નામનો આ એસોસિએશન રાતોરાત ઉભું કરાયેલ એસોસિએશન છે જેમણે નાના મોટા વેપારીઓને વિશ્વાસ માં લીધા વગર આ નિર્ણય લીધો છે અને શહેરના મોટા ભાગના વેપારીઓ આ વિશે એમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું છે, સિકંદરભાઈ ફડવાલા એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ એસોસિએશન દ્વારા લોકડાઉન દરમિયાન કેટલા ગરીબોને અનાજ તેમજ રાશન સામગ્રી પહોંચાડવામાં આવી તેવા સવાલો કરવામાં આવ્યા હતા. બીજું સિકંદરભાઈ એ પ્રજાને અપીલ કરતા જણાવ્યું હતું કે આ બંધ પ્રાઇવેટ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ સ્વૈચ્છીક બંધ છે આના લીધે કોઈ પણ ભય અને ગભરાવવાની જરૂર નથી જે વેપારીઓ ધંધો કરવા ઇચ્છતા હોય તે ધંધો સરકારની ગાઈડલાઈન મુજબ પોતાની દુકાનો ખોલી ધંધો કરી શકે છે. સાથે જણાવ્યું હતું કે આપણે સૌએ તકેદારી રાખવી પડશે અને સોશિયલ ડિસ્ટનસીંગ રાખી કોરોના સામે આ જંગ જીતવાની છે.

Next Story