/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-15.jpg)
પશ્ચિમ રેવલે, સામાજિક વનિકરણ વિભાગ અને રોટરી ક્લબ દ્વારા સંયુક્તપણે યોજાયો કાર્યક્રમ
અંકલેશ્વર રેલવે વિભાગ અને સામાજિક વનિકરણ વિભાગ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર રેલવે ગોદી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં વનિકરણ વિભાગનાં અધિકારીઓ, રેલવેના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાવે ગુજરાત ઝુંબેશ અતર્ગત ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતનાં નારા સાથે આજે અંકલેશ્વર રેલવે ગોદી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંકલેશ્વર સામાજિક વનિકરણ વિભાગ, રોટરૂ ક્લબ અંકલેશ્વર, પશ્ચિમ રેવલે દ્વારા સંયુક્તપણે સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનાં ડીઆરએમ દેવેન્દ્રકુમાર, ડીસીએમ ડૉ. ઝેનિયા ગુપ્તા, ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા સહિતના અગ્રણીઓનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગનાં કર્ચારીઓ, સામાજિક વનિકરણ વિભાગનાં કર્મીઓ અને રોટરી કલબનાં સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.