/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-3.jpg)
ભરૂચ એલસીબીએ અંદાડા ગામેથી મહિલાને ઝડપી પાડી, તો હજાત ગામનો શખ્સ ફરાર
અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએ રેડ કરીને વિદેશીદારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી હતી. જયારે ભરૂચ એલસીબી પોલીસે અંદાડા ગામેથી વિદેશીદારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી. જોકે એક શખ્સ ફરાર થઇ ગયો હતો. પોલીસે તમામ સ્થળેથી મળીને કુલ રૂપિયા 59 હજારનો વિદેશીદારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતો જીતેન્દ્ર રમેશ વસાવા વિદેશીદારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે શહેર પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી 13 હજાર 900ની કિંમતની વિદેશીદારૂની 139 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ જીતેન્દ્ર વસાવાની અટકાયત કરી હતી. તો અન્ય એક સ્થળે જૂની દીવી રોડ પરથી વિદેશીદારૂના જથ્થા સાથે નવી દીવી ગામના સંજય રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 26 હજાર ઉપરાંતની કિંમતના બિયર તથા વિદેશીદારૂની 228 નંગ બોટલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે બાતમીના આધારે દક્ષાબેન પટેલના ઘરે રેડ કરતા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દક્ષાબેન પટેલની અટકાયત કરી રૂપિયા 19 હજાર 900 ની કિંમતના વિદેશીદારૂની 151 નંગ બોટલ કબ્જે કરી હતી. જયારે હજાત ગામનો વિષ્ણુ નામનો ઈસમ ફરાર થઇ ગયો હતો. એલસીબી પોલીસે તેની વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.