Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ગુલબાઇના ટેકરા વિસ્તારમાથી છ કેસ મળ્યાં, તંત્રની વધી દોડધામ

અમદાવાદ : ગુલબાઇના ટેકરા વિસ્તારમાથી છ કેસ મળ્યાં, તંત્રની વધી દોડધામ
X

અમદાવાદમાં એક પછી

એક વિસ્તારોમાંથી કોરોના વાયરસના દર્દીઓ સામે આવી રહયાં છે. શહેરના સૌથી મોટા સ્લમ વિસ્તાર ગણાતાં ગુલબાઇના ટેકરા વિસ્તારમાંથી

6 દર્દીઓ મળી આવતાં તંત્રની દોડધામ વધી છે.

અમદાવાદ શહેરમાં

કોટ, દાણીલીમડા સહિતના અનેક વિસ્તારોમાં બાદ હવે

સૌથી મોટા સ્લમ વિસ્તાર ગણાતા ગુલબાઇના ટેકરા ખાતે કોરોના વાયરસે દેખા દીધી છે.

ગુલબાઇ ટેકરાને રાજયનો સૌથી મોટો સ્લમ વિસ્તાર ગણાવામાં આવે છે. વસતી ગીચતાને

કારણે અહીં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી થાય તેવી સંભાવનાઓ છે. ગુલબાઇના ટેકરા

વિસ્તારમાંથી કોરોના વાયરસના છ દર્દીઓ મળી આવ્યાં છે. આખા સ્લમ વિસ્તારને ક્લસ્ટર

કોરેન્ટાઈન કરવામા આવ્યો છે. અહીં એએમસી ની મેડિકલ ટીમ અને પોલીસને તૈનાત કરવામાં

આવી છે.આ વિસ્તાર માંથી બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે તો બહારની વ્યકતિ ને અંદર આવવાની મનાઈ

કરવામાં આવી છે.અહીં રહેતાં લોકો માટે શાકભાજી અને દૂધની વ્યવસ્થા એએમસી તરફથી

કરવામાં આવી છે .

Next Story