/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/DjwTBmuVAAAkgJG-1.jpg)
શોધી લાવનારને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી
અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ પરેશ રાવલના ગૂમ થયાના પોસ્ટરની ચર્ચાએ જોર પકડ્યું છે. અમદાવાદ પુર્વ ખાતેના સાંસદ ગુમ થયા છે અને તેમને શોધી લાવનારને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી છે. આ જાહેરાત શહેર યુથ કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવીને કરવામાં આવી છે.
પરેશ રાવલના ગુમ થયાના પોસ્ટર અંગે અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ ભૂષણ ભટ્ટે જણાવ્યું છે કે અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ પરેશ રાવલ ચૂંટાઈને ગયા પછી પાછા આવ્યા નથી અમદાવાદમાં આવે તો પણ તેમના કામથી અને તેમના નેતાને ખુશ કરવા આવે છે. તેમજ પ્રજાના કાર્ય કરવા ક્યારેય તેઓ તેમના વિસ્તારમાં આવ્યા નથી. તે સિવાય ચાર વર્ષથી તેમને જેણે જંગી મતો આપ્યા હતા તે પ્રજા તેની રાહ જોઇ રહી છે.
જેથી શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખોવાયેલા સંસદ પરેશ રાવલને તેમના વિસ્તારમાં લાવનારને 21 હજારનું ઇનામ આપવામાં આવશે.