/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-299.jpg)
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે આજે બીજા દિવસે પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જાફરાબાદના દરિયાકાંઠા પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદે ભારે પવનના સુસવાટા સાથે ખાબક્યો હતો જાફરાબાદના લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના ગામોમાં ઘોધમાર વરસાદ વરસ્યો હતો. તો જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, ચૌત્રા સહિતના ગામોમાં જાણે ચોમાસુ આવ્યું હોય તેમ કરા સાથે વરસાદ ખાબક્યો હતો કરા સાથેના વરસાદની મજા બાળકોએ માણી હતી.
તો ગીર પંથકના ખાંભાના ગ્રામ્ય વિસ્તરોમાં પણ બીજા દિવસે વરસાદ આવી પહોંચ્યો હતો. બારમણ, ભૂંડણી, ડેડાણ ના ગામોમાં ભારે પવન સાથે વરસાદ આવતા અનેક વૃક્ષો પણ ધરાશાઈ થયાના અહેવાલ મળી રહ્યા છે. તો સાવરકુંડલાના વિજળી પડી અને ભમ્મર માં પણ વરસાદે આંટો લઈ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તો બીજી તરફ ગરમીમાં શેકાતા લોકોએ વરસાદથી ઠંડક મહેસુસ કરી હતી.