/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/FB_IMG_1561379857781.jpg)
ભાજપા પક્ષના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથી પર અરવલ્લી જિલ્લામાં “બલિદાન દિવસ” નો કાર્યક્રમ મોડાસા ટાઉનહૉલ ખાતે યોજાયો હતો.
ડૉ.શ્યામા પ્રશાદ મુખર્જી ના બલિદાન ને યાદ કરી અને તેઓની સ્મૃતિઓ ને વાગોળતો કાર્યક્રમ પ્રદેશ ઉપાધ્યક્ષા જયશ્રિબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો, ત્યારે આ તબક્કે પ્રદેશ મંત્રી જિલ્લા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, જિલ્લા મહામંત્રી શ્રી શામળભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય હીરાજી ડામોર તથા દીલિપસિંહ પરમાર મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષભાઇ શાહ, પ્રેરક ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમ અનુ સંધાને ડૉ.શ્યામાપ્રશાદ મુખર્જી ના જીવન આધારીત એક ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી તેઓની સ્મૃતિઓને નજર સમક્ષ કરાઇ અને તેઓના બલિદાન ને મંચસ્થ મહાનુભાઓ ધ્વારા વાગોળવામાં આવ્યું અને પુષ્પાંજલિ અર્પવામાં આવી આ તબક્કે બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.