Connect Gujarat
ગુજરાત

આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
X

હાલમાં ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે

ગુજરાતમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્રને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદને પગલે આજે ગાંધીનગરમાં સ્ટેટ કન્ટ્રોલ દ્વારા પણ બેઠક બોલાવવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલવવામાં આવી હતી. આ બેઠક રાહત કમિશ્નર મનોજ કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં રાહત અને બચાવ કામગીરીના લેવામાં આવેલા પગલાં અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બેઠકમાં NDRF, નેવી કોસ્ટગાર્ડ આર્મી અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story