ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતી બાદ પોલીસ તંત્ર સતર્ક

New Update
ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતી બાદ પોલીસ તંત્ર સતર્ક

ગુજરાતમાં ચાર થી પાંચ આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતીને પગલે પોલીસ તંત્ર સર્તક બન્યું છે, કેન્દ્રીય એજન્સી દ્વારા આ અંગેની માહિતી આપ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ પણ સઘન ચેકીંગ હાથ ધર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

ગણેશોત્સવ પર્વનાં પ્રારંભ પ્રસંગે ગુજરાતમાં ચાર થી પાંચ આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળતા રાજ્યનું પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે.

પાકિસ્તાની આતંકવાદીઓ ગુજરાત બોર્ડર થઈને અંદર આવ્યા હોવાનાં ઇનપુટ મળ્યા હતા, જેને પગલે કચ્છ પોલીસે સઘન પેટ્રોલિંગ આરંભી દીધુ છે. આ ઉપરાંત કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ જવાનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.