ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં પ્રથમ વખત નોટાનો ઉપયોગ થશે

New Update
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં પ્રથમ વખત નોટાનો ઉપયોગ થશે

ગુજરાત રાજ્યસભાની ત્રણ બેઠકો માટે તારીખ 8મી ઓગષ્ટે ચૂંટણી યોજાશે જેમાં પ્રથમ વખત નોટાનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત માંથી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ભાજપ માંથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, તેમજ કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી છે, જયારે કોંગ્રેસ માંથી અહમદ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચનાં આદેશાનુસાર ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં પ્રથમ વખત નોટા ( નન ઓફ ધ એબોવ ) નો ઉપયોગ કરાશે.