/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/fdsgdfg.jpg)
જેતપુરમાં તારીખ ૭.૪.૧૯ ના રોજ એક ફરીયાદ દાખલ થઇ હતી. જેમાં ફરીયાદી રેવાનંદ ગુરૂ શ્રી અખંડાનંદ સરસ્વતી જાતે દશનામ સાધુ રહે જેતપુર નવાગઢ બળદેવધાર પાંચપીપળા જવાના માર્ગે સતીવાવ આશ્રમ વાળાને રાત્રીના સમયે તે જે રૂમમાં રહેતા હોય તે રૂમની બારી તોડી કોઇ અજાણ્યા ચાર ઇસમો તેના ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીને લોખંડની રાપ તેમજ લાકડીઓ તથા ઢીકા પાટા થી શરીરે માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ફરીયાદી પાસેથી રોકડ રૂપિયા ૧૫ હજાર જે જુદા જુદા દરની નોટો હતી.તેમજ સેમસંગ કંપનીનો મોબાઇલ તથા ડોક્યુમેન્ટ ની લુટ કરી રૂમમાં પુરી બહારથી દરવાજો બંધ કરી નાસી ગયેલા હોય જે અન્વયે સતત વોચમાં રહી તેમજ બનવા વાળી જગ્યાએથી ટાવર લોકેશન મેળવી આરોપીઓ ના ત્રણ શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવતા તે મોબાઇલ નંબરનું સતત લોકેશન મંગાવતાં તેમજ સી.ડી.આર મંગાવતાં જેતપુર જુનાગઢ રોડ જલારામ મંદિર પાછળના વિસ્તારમાં લોકેશન મળતાની સાથેજ અલગ અલગ ટીમોથી પકડી પાડયા તેને પુછપરછ કરતાં સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામોમાં ચોરી કરેલની કબુલાત કરી છે.