દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ,વાંસદામાં 7.05 ઇંચ વરસાદ ખાબક્યો 

New Update
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ,વાંસદામાં 7.05 ઇંચ વરસાદ ખાબક્યો 

રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે,ત્યારે શનિવાર થી જ મેઘરાજે વરસવાનું શરુ કર્યુ છે,અને દક્ષિણ ગુજરાતનાં વલસાડ,નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ વલસાડની ઔરંગાનદીમાં પૂરનાં પાણી આવતા નદી ગાંડીતુર બની છે,જેના કારણે વહીવટી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી છે.

જ્યારે નવસારી જિલ્લાનાં વાંસદામાં 7.05 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ઔરંગાનદીમાં પૂરનાં પાણી આવ્યા હોવાનું કહેવાય છે.