બનાસકાંઠા :નકલી નોટોનો કારોબાર કરતાં ૪ ઈસમો જિલ્લા એલસીબીના હાથે ઝડપાયા

New Update
બનાસકાંઠા :નકલી નોટોનો કારોબાર કરતાં ૪ ઈસમો જિલ્લા એલસીબીના હાથે ઝડપાયા

બનાસકાંઠા એલસીબીએ ચલણી નકલી નોટોનો કારોબાર કરતાં ચાર ઈસમોને ઝડપી લઈ તમામ સાધન સામગ્રી જપ્ત કરી તમામ નેટવર્કનો પ્રદાફાશ કર્યો છે.

જિલ્લાના ધાનેરમાં છેલ્લા ઘણાં સમયથી નકલી નોટોનો આધુનિક ટેક્નિકથી કારોબાર કરવામાં આવી રહ્યો હતો જિલ્લા એલસીબીને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ તમામ નેટવર્કનો પ્રદાફાશ કરવામા આવ્યો છે. બે દિવસ અગાઉ ૨૦૦૦ દરની નકલી નોટો સાથે ઝડપાયેલા ઈસમની કડક પૂછપરછ માં આ તમામ કારોબારમાં લાગેલા સાગરીતોને પકડવામાં આવ્યા છે.

publive-image

હાલમાં પોલીસે પકડેલા ચાર આરોપીઓ માંથી બે આરોપીઓ પુના બેંગ્લોરથી તમામ સામગ્રી લાવી નકલી નોટો બનાવાનો ધધો કરતાં હતાં. પોલીસે હાલ ચારેય આરોપીઓની અટકાયત કરી છે સાથે નકલી નોટો બનાવવા માટે વપરાયેલા પ્રિન્ટર, પ્રિન્ટ શીટ સહિત તમામ નકલી નોટો સહિત અસલી ચલણી નોટો મળી કુલ ૭૩ હજાર ૧૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories