ભરુચ : ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમા, સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની કરાઇ ઉજવણી

New Update
ભરુચ : ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુપૂર્ણિમા, સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની કરાઇ ઉજવણી

ગુરુપૂર્ણિમા એટલે જ્ઞાનનું પર્વ, ગુરુવંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધોને ગાઢ બનાવતું પર્વ.

ગુરુપૂર્ણિમાનો ઉત્સવ અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા વર્ષોથી હિંદુ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આજના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે.

ભરૂચના નાંદેવર રોડ સ્થિત રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સનાતન ધર્મ પરિવારના ગુરુ સોમદાસબાપુના દર્શન કરી આશીર્વાદ રૂપી પ્રસાદ લઈ હજારોની સંખ્યામાં લોકોએ ધન્યતા અનુભવી હતી. સોમદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પ્રવચન, સંગીતમય ભજન સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સનાતન ધર્મ પરિવારના સભ્ય ધનજી પરમાર, ધર્મેશ પરમાર અને પરિવારજનો તેમજ ભરુચ જિલ્લા તથા રાજયભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી આજના પવિત્ર દિવસ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories