ભરૂચ - અંકલેશ્વરમાં મેઘરાજાની બેટિંગ, માર્ગો ઉપર પાણી ફરી વળ્યા

New Update
ભરૂચ - અંકલેશ્વરમાં મેઘરાજાની બેટિંગ, માર્ગો ઉપર પાણી ફરી વળ્યા

વહેલી સવારથી જ વાદળિયા માહોલ વચ્ચે બપોર બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા મેઘરારાજાએ ભરૂચ અને અંકલેશ્વરમાં વહેલી સવારથી જ ધામા નાંખ્યા હતા. બપોર બાદ બન્ને શહેરોમાં વરસાદ તૂટી પડતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વાદળીયો માહોલ જોવા મળ્યો હતો.

એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે સુરત નજીક મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. તો નવસારી અને જલાલપોરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ- અંકલેશ્વરનું વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે.

Latest Stories