Connect Gujarat
ગુજરાત

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ, ઉપ-પ્રમુખ ચૂંટાયા

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ, ઉપ-પ્રમુખ ચૂંટાયા
X

  • સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો

ભરૂચ જીલ્લા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ભરૂચ જીલ્લા કલેકટર અરોરા સાહેબ તથા જીલ્લા વિકાસ અધિકારી ક્ષિપા અગ્રે ની અધ્યક્ષતા મા યોજાઈ હતી.

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ ઉપ પ્રમુખ ચૂંટાયા. સમર્થકોમાં ખુશી નો માહોલ છવાયો.

આજ રોજ ભરૂચ જીલ્લા પંચાયતના સભા ખંડમાં પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને જેડીયુ ના સમર્થનમાં ૨૦ સભ્યોએ મતદાન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ માંથી બળવો કરી પ્રમુખ પદ માટેની ઉમેદવારી કરનાર સભ્યને ૧૪ મત માત્ર મળ્યા હતા.

ભરૂચ જીલ્લા પંચાયત માં કોંગ્રેસ અને જેડીયુ ના પ્રમુખ પદે જશુબેન પઢીયાર ઉપ પ્રમુખ પદે અનીલભાઈ ભગત ફરી એક વાર ચુંટાઈ આવતા કોંગ્રેસ અને જે ડી યુ ના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

જો કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જીલ્લા પંચાયત ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.

Next Story