ભરૂચઃ જિલ્લા કલેક્ટર પહોંચ્યા સિવિલ હોસ્પિટલ, વોર્ડનું કર્યું નિરિક્ષણ

New Update
ભરૂચઃ જિલ્લા કલેક્ટર પહોંચ્યા સિવિલ હોસ્પિટલ, વોર્ડનું કર્યું નિરિક્ષણ

સ્વચ્છતા, દવા તેમજ દર્દીઓની મુલાકાત લઈ ખબર પુછી.

ભરૂચ જિલ્લા કલેકટરે આજરોજ ભરૂચ જનરલ હોસ્પિટલની મુલાકત લઈ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓના ખબર અંતર પુછ્યા હતા.

ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ ભરૂચ જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ રોગી કલ્યાણ સમિતિની કામગીરીની સમીક્ષા કરી હતી.જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ દર્દીઓને સમયસર સારી ગુણવત્તાની દવા તેમજ જમવાનું મળે છે કે કેમ તે અંગે જાત મુલાકાત કરી જરૂરી સૂચનો આપ્યા હતા.કલેકટર રવિકુમાર અરોરાએ હોસ્પિટલની સફાઈની પણ સમીક્ષા કરી સિવિલ સર્જનને જરૂરી સૂચનો આપ્યા હતા.

Latest Stories