ભરૂચઃ શોપિંગ સેન્ટરનો આગળનો ભાગ તૂટી પડતાં વાહનો દબાયા

New Update
ભરૂચઃ શોપિંગ સેન્ટરનો આગળનો ભાગ તૂટી પડતાં વાહનો દબાયા

હજી બે દિવસ પૂર્વે જ પાલિકા દ્વારા જોખમી ઈમારતો ધરાવતા માલિકોને નોટીશ પાઠવાઈ હતી

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલા બુધ્ધદેવ માર્કેટનો આગળનો ભાગ આજરોજ અચાનક ધરાશાયી થયો હતો. જેના પગલે નીચે પાર્ક કરેલા વાહનો દબાયા હતા. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાયી નહોતી.

ભરૂચમાં ચોમાસુ શરૂ થતાંની સાથે જ દિવાલ ધરાશાયી થવાની સાથે અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે હજી નગર પાલિકા દ્વારા બે દિવસ પૂર્વે જ 300 કરતાં વધુ મિલકત ધારકોને નોટીશ પાઠવી જર્જરિત ઈમારતોને ઉતારી લેવા અથવા મરામત કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યાં આજે ભરૂચ શહેરમાં બુધ્ધદેવ માર્કેટનો આગળનો ભાગ તૂટી પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અહીં કામ અર્થે આવેલા લોકોએ પાર્કકરેલા વાહનો કાટમાળ નીચે દબાયા હતા. જોકે કોઈ વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોવાથી કોઈ જાનહાની થવા પામી નહોતી.

Latest Stories