Connect Gujarat
ગુજરાત

ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાની તળાવ નજીક રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો

ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાની તળાવ નજીક રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો
X

સ્થાનિક રહીશ હેમેન્દ્ર કોઠી વાળાએ ઇજાગ્રસ્ત મોરની સારવાર કરી સુરક્ષીત સ્થળે ખસેડયો

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગેલાની તળાવ નજીક બારે માસ રાષ્ટ્રીય પક્ષી મોર વસવાટ કરી રહ્યા છે. જેમાં એક મોર ઈજાગ્રસ્ત થતા સ્થાનિક રહીશ અને કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળાએ ઇજાગ્રસ્ત મોરને સારવાર આપી સુરક્ષિત સ્થળે છોડ્યો હતો.

સામાન્ય રીતે લોકોની સવાર કુકડાના કૂકડેકૂકથી પડતી હોય છે જયારે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના ગેલાની તળાવ પાસે વસવાટ કરતા સ્થાનિકોની સવાર મોરના મનમોકદ ટહૂકા અને તેના ક્ળા કરતા નૃત્યથી થાય છે.

ભરૂચ શહેરના ગેલાની તળાવ નજીક રોજના વહેલી સવારે ૧૫૦ થી પણ વધુ રાષ્ટ્રીય પક્ષી ગણાતા મોર આવીને સ્થાનિક રહીશોના હાથમાં રહેલા સાકરીયા તથા સિંગ દાણા ચણતા હોય છે. ત્યારે એક મોર કે જે કોઈ સ્થળેથી ઇજાગ્રસ્ત થઇને આવતા તળાવ નજીક રહેતા દંપતિએ ઇજાગ્રસ્ત મોરને સારવાર આપવા સાથે તેને સુરક્ષીત સ્થળે ખસેડયો હતો.

સ્થાનિક રહીશ અને કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાળાએ તેમની સાથેની ટૂંકી મુલાકાતમાં જણાવ્યું હતું કે, આ સ્થળે મોટી માત્રામાં રાષ્ટ્રીય પક્ષી મોર વહેલી સવારે અને સંધ્યાકાળે આવે છે અને અહીંના રહીશોના હાથમાં રહેલા સાકરીયા તથા સિંગ દાણા ચણી ને જતા હોય છે. જેમાંનો એક મોર કોઈક સ્થળેથી ઇજાગ્રસ્ત થઈને આવતા તેને અમોએ તેને સારવાર આપી અને જીવદયાપ્રેમીઓએ પણ મોરને સારવાર આપી પરંતુ મોરની પાંખમાં ગંભીર ઇજા હોવાથી તે ઉડી શકતો નથી.

ભરૂચમાં આવેલ આ ગેલાની તળાવ એક નયનરમ્ય વાતાવરણ ધરાવતું સ્થળ છે. આ સ્થળે વિદેશી પક્ષીઓ પણ ઉમટી રહ્યા છે. પરંતુ તંત્રની ઉદાસીનતા ના પગલે આ વિસ્તાર વિકાસથી વંચિત રહેવા પામ્યો છે. તંત્ર દ્વારા આ વિસ્તારનેવિકસિત કરે અને પક્ષીઓ માટે પણ સગવડ કરે તો તે ભરૂચ શહેરનું જ નહીં પરંતુ જિલ્લાનું નજરાણું બની શકે તેમ છે.દુ:ખ સાથે તેમણે જણાવ્યું હતું કે મારાથી શકય એટલીસારવાર કરી પણ પુરી સારવાર અને દવાઓના અભાવે મોર ઉડી પણ નથી શકતો. જો કે તેને સુરક્ષીત સ્થળે મુકવાની વ્યવસ્થા કરી છે. પણ જો તંત્ર દ્વારા પશુ દવાખાનાઓમાં આવા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર પણ કરાય તે જરૂરી છે.

હાલમાં તો, હેમેન્દ્ર કોઠીવાલાએ પોતાની રીતે ઇજાગ્રસ્ત મોરની સારવાર જેટલી શક્ય હતી તેટલી કરીને રાષ્ટ્રીય પક્ષી મોરને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોરની પાંખમાં ગંભીર ઇજાને કારણે તે ઉડી શકવામાં સફળ રહ્યો નથી.

Next Story