ભરૂચના બંબાખાના નજીકના ચંદનના વૃક્ષની કરાઇ ચોરી

New Update
ભરૂચના બંબાખાના નજીકના ચંદનના વૃક્ષની કરાઇ ચોરી

ઝઘડીયાના ગુમાનદેવ પટાંગણમાં કરાયેલ ચંદનના વૃક્ષની ચોરી બાદ ભરૂચમાં પણ ચંદનના વૃક્ષ કાપી ચોરી કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ભરૂચના બંબાખાના વિસ્તારમાંથી ગત મોડીરાતે કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચંદનના બે વૃક્ષને કાપી તેના લાકડાની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના બનવા પામી હતી. જો કે હાલ આ અંગે બી-ડિવીઝન પોલીસે તપાસ ચલાવી ચંદનના લાકડા ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવા કવાયત કરી રહી છે.