રાજકોટ : યુવકને માર મારતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ
BY Connect Gujarat8 May 2019 4:33 PM GMT
X
Connect Gujarat8 May 2019 4:33 PM GMT
યુવકને માર મારતો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ
કે.કે.વી હોલ નજીક યુવકને યુવતી સહિત 3 શખ્સોએ ઢીકા પાટુ નો માર્યો માર
યુવતીની છેડતી બાબતે મારમર્યા હોવાનું અનુમાન
રસ્તે જતા લોકોએ યુવકને માર મારતો વિડીયો ઉતાર્યો
રાજકોટ શહેરમાં લુખ્ખા શખ્સોને અટકાવવાના પોલીસના અભિયાન વચ્ચે એક વિડીયો વાઈરલ થયો છે. જે વિડીયો રાજકોટના કાલાવડ રોડ પર આવેલ કેકેવી ચોક પાસે સરાજાહેર એક વ્યક્તિને માર મારવામા આવી રહ્યો છે. ત્યારે વિડીયોને લઈ હાલ પોલીસે પણ તપાસ શરુ કરી છે. જો કે હાલ પોલીસને આ મામલે કોઈ ફરીયાદ મળેલ નથી.
ત્યારે પોલીસ સુત્રોનુ માનિયે તો વિડીયોમા માર ખાનાર શખ્સે એક યુવતીની છેડતી કરી હતી. જે બાબતે યુવતીના પરિવારજનો દ્વારા તેની ધોલાઈ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે યુવકને જાહેરમા માર મરાતા કેકેવી ચોક ખાતે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
Next Story