Connect Gujarat
ગુજરાત

લવ પોઈન્ટ તરીકે ઓળખાય છે ગુજરાતની આ જગ્યા, નદીમાં ડૂબ્યા બે વિદ્યાર્થી

લવ પોઈન્ટ તરીકે ઓળખાય છે ગુજરાતની આ જગ્યા, નદીમાં ડૂબ્યા બે વિદ્યાર્થી
X

સાવલી તાલુકાના લાંછનપુર પાસે આવેલા હાથિયા ધરા ખાતે મોટી સંખ્યામાં લોકો ફરવા આવે છે

વડોદરા જિલ્લાનાં લાંછનપુર પાસે ન્હાવા ગયેલા એમએસ યુનિવર્સિટીનાં બે વિદ્યાર્થી ડૂબી ગયા હોવાના સમાચાર સાંપડ્યા છે. હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા પાણીમાં ગરકાવ થયેલા યુવાનોને શોધવામાં આવી રહ્યા છે. જે પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાંછનપુર પાસે આવેલી આ જગ્યાને હાથિયો ધરો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લવ પોઈન્ટ તરીકે ઓળખાતી આ જગ્યાએ પાણીમાં ડૂબી જવાથી અત્યારસુધીમાં 180 કરતાં વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.

સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં લાંછનપુર ફરવા માટેનું સ્થળ હોવાથી રોજેરોજ લોકોની ભીડ જામતી રહે છે. આજરોજ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં કેટલાંક મિત્રો ફરવા માટે ગયા હતા. દરમિયાન નદીમાં ન્હાવા જતાં બે મિત્રો ડૂબી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડ્યા છે. તણાયેલા યુવકોમાં નીતિન વાળા અને હાર્દિક કલસરિયા હોવાનું જણાયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="53641,53642,53643,53644"]

સાવલી પાસે આવેલા લાંછનપુર ગામની મહીસાગર નદીમાં લાંછન રૂપ હાથીયો ધરો આવેલો છે, જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. મહિસાગરની નદીની આ જગ્યા યુવાઓ કોલેજીયન્સ માટે લવ પોઈન્ટ તરીકે પ્રખ્યાત છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે યુવાનોને આકર્ષે છે. જેથી આ જગ્યા લવ પોઈન્ટ તરીકે પ્રખ્યાત બની છે.

હાથિયા ધરામાં ડૂબી જવાથી 180 લોકોના મોત અહી આવતા લોકો આનંદ માણવા માટે દુર દુરથી આવે છે પરંતુ તેમના માટે મોત સમાન બની જાય છે આ હાથીયો ધરો. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ હોવાની જાહેર સૂચન લખી હોવા છતાં પણ યુવાનો અહી ન્હાવા માટે અચૂક પડે છે. અને અને ડૂબી જવાને કારણે મોતને ભેટે છે. અત્યાર સુધીમાં હાથિયા ધરામાં ડૂબી જવાથી 180 લોકોના મોત થયા છે.

Next Story