Connect Gujarat
ગુજરાત

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળા મોબાઇલ ફોન, ચાર્જર અને બેટરી મળી આવ્યા

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળા મોબાઇલ ફોન, ચાર્જર અને બેટરી મળી આવ્યા
X

એક મોબાઇલમાં 15થી 20 જેટલા સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી વધુ એક વખત કેમેરાવાળા

મોબાઇલ ફોન, ચાર્જર અને બેટરી

મળી આવતા જેલ સત્તાવાળાઓ ઉપર સવાલો ઉઠ્યા છે. રાવપુરા પોલીસ દ્વારા રાબેતા મુજબ

સેન્ટ્રલ જેલમાં કરવામાં આવેલી તપાસમાં ગોધરા સાબરતમી ટ્રેન કાંડના આરોપીના

બેરેકમાંથી કેમેરાવાળા 5 મોબાઇલ ફોન, બે ચાર્જર અને એક બેટરી મળી આવી છે.

એ.સી.પી. મેઘા તેવારે જણાવ્યું હતું કે, તા.9 ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા સેન્ટ્રલ જેલમાં

ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન બેરેક નંબર-11માં નળીયા નીચે છૂપાવેલા

કેમેરાવાળા પાંચ મોબાઇલ ફોન, બે ચાર્જર અને એક

એસેમ્બલ બેટરી મળી આવી છે. દરેક મોબાઇલમાં 15 થી 20 જેટલા અલગ-અલગ સીમકાર્ડનો

ઉપયોગ કરીને વાતચિત કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અને આ

બનાવની સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ જેલના બેરેક નંબર-11માંથી મળી આવેલા મોબાઇલ

ગોધરા સાબરમતી કાંડના આરોપી સલીમ ઉર્ફ સલમાન યુસુફ જર્દા, ઇમરાન અને તૌસીફ નામના પાકા કામના કેદી વાપરતા હતા.

આરોપીઓ દ્વારા ઝડપાયેલા મોબાઇલ ઉપરથી કોની સાથે વાતચિત કરી છે. તે અંગેની માહિતી

ક્રાઇમ બ્રાંચની તપાસ દરમિયાન બહાર આવશે. અગાઉ પણ જેલમાંથી મોબાઇલો મળી આવ્યા છે.

અને તેની તપાસ પણ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવેલી છે.

ઉલ્લેખનિય છે કે, સેન્ટ્રલ જેલમાંથી અવાર-નવાર મોબાઇલ મળવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ભારે

સુરક્ષાની વાતો વચ્ચે આરોપીઓ પાસે મોબાઇલ કેવી રીતે પહોંચે છે. તે એક મોટો સવાલ

છે. કેહવાય છે કે, સેન્ટ્રલ જેલમાંજ

ચાલતી લોલમલોના કારણે મોબાઇલો પહોંચી રહ્યા છે. જો આ બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં

આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Next Story