વડોદરામાં બે રિવોલ્વર સાથે યુવકની ધરપકડ કરતી પોલીસ

New Update
વડોદરામાં બે રિવોલ્વર સાથે યુવકની ધરપકડ કરતી પોલીસ

વડોદરા સેન્ટ્રલ ડેપોમાં કેન્દ્રનાં પરિવહન મંત્રી તેમજ અન્ય રાજ્યોનાં પરિવહન મંત્રીઓ મુલાકાત લેવાના હતા તે સમયે ડેપો નજીક થી એક પરપ્રાંતિય યુવક બે રિવોલ્વર સાથે ઝડપાયો હતો.

વડોદરામાં કેન્દ્રીય પરિવહન મંત્રી તેમજ અન્ય રાજ્યોનાં પરિવહન મંત્રીઓ રાષ્ટ્રીય સેમિનારમાં આવવાના હતા તેને લઇને સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બપોરનાં સમયે ડેપોમાં પ્રવેશ ઘ્વાર પાસે સિક્યુરિટી ગાર્ડ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતુ તે દરમિયાન એક યુવક પાસે રહેલ હેન્ડબેગ તપાસતા તેમાંથી બે નંગ રિવોલ્વર મળી આવી હતી.publive-imageસિક્યુરિટી ગાર્ડે આ યુવકને ઝડપી પાડયો હતો. અને વધુ પુછપરછ આદરી હતી તે દરમિયાન તેનો અન્ય સાથીદાર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે કેન્દ્રીય પરિવહન મંત્રીનાં આગમન સમયે બે રિવોલ્વર સાથે યુવક ઝડપાતા સિક્યુરિટી અને પોલીસ હરકતમાં આવી હતી. ઝડપાયેલ યુવકની સઘન પુછપરછ આદરી હતી અને યુવક રિવોલ્વર ક્યાંથી લાવ્યો અને કોણે આપવાનો હતો તેમજ કયા કામ માટે તેનો ઉપયોગ કરવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.